પીઢ પત્રકારને અંજલિ અપાઇ

<p>પીઢ પત્રકાર જીતેન્દ્ર ભાટિયાને વિવિધ સંસ્થાઓએ અંજલિ આપી હતી. ભુજ મધ્યે યોજાયેલ પ્રાર્થના સભા અને શોકસભામાં તેઓની પત્રકાર તરીકેની સેવાઓને બિરદાવવામાં આવેલ.</p>
<p>બીદડા સર્વોદય ટ્રસ્ટ, એન્કરવાલા અહિંસાધામ તેમજ સર્વ સેવા સંઘનાં શ્રી તારાચંદભાઇ છેડા, માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા તથા અન્ય સંસ્થાઓએ અંજલિ આપી હતી.</p>
<p>વિજયભાઇ છેડા, મહેન્દ્રભાઇ સંગોઇ, નાનજીભાઇ થાણાવાલા, હિંદ માતા કલોથ મરચન્ટ એસોસિએશનના દિનેશ ત્રિવેદી, હેમંતકુમાર રાંભીયા, ચુનીલાલ દેઢીયા, રમેશભાઇ ગાલાએ તેઓનાં અવસાનથી ખેદ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.</p>