ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજની મુલાકાત લઇ સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સીલે ખુશી વ્યક્ત કરી હતી.

કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને જજ શ્રી આર.બી. સોલંકી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં ડેપ્યુટી સેકશન ઓફિસર શ્રી અલ્પેશભાઇ ત્રિવેદી, એડવોકેટ શ્રી આર.કે. સમેજા, એડવોકેટ શ્રી એસ.આર.સિંઘે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. અને સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી માહિતી મેળવી હતી. આ પ્રસંગે અલ્પેશભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

સિનિયર પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ તેમને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે માનવજ્યોતનાં સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા.