માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા વિસ્તારનાં આગેવાન શ્રી જુવાનસિંહજી હમીરજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનાં સહકારથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું.
આ પ્રસંગે ઉપÂસ્થત અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ સ્વહસ્તે શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ધારાસભ્યશ્રીએ પોતાનાં સ્વજન સ્વ. ઠાકોરસાહેબ શ્રી મહિપતસિંહજી કેશરિસિંહજી મોટી વીરાણી તરફથી સંસ્થાને રૂ. ૧૧ હજાર, તેમજ શ્રી દશરથબા જુવાનસિંહ જાડેજા પરિવાર તરફથી રૂ. ૧૧ હજારનું અનુદાન અપાયું હતું. શ્રી સુરેશભાઇ માહેશ્વરી, શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, દિલીપભાઇ ભટ્ટે વ્યવસ્થા સંભાળી હતી.પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરેલ.

